માળિયાના ચાંચાવદરડા ગામે ચોમાસુ શરૂ થતાં જ વૃક્ષોરોપાણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ઇવા સીરામીક કંપનીના અમિશભાઈ મણવરના સહયોગથી ફળ ફળાદી અને વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામમાં અધિકારીઓ, આંગણવાડી અને આશાવર્કરોના હસ્તે વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વૃક્ષ ઉછેરનો સંકલ્પ લીધો હતો.