Wednesday - Apr 22, 2026

મોરબીના જાજરમાન નજરાણા સમાન લાલબાગમાં આજે પણ દુર્લભ વનસ્પતિઓનો ખજાનો

મોરબીના જાજરમાન નજરાણા સમાન લાલબાગમાં આજે પણ દુર્લભ વનસ્પતિઓનો ખજાનો

વૈદ્ય કે.જે. ઝાલા અને પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કરે લાલબાગની કેટલીક દુર્લભ ગણાતી વનસ્પતિઓ ઇતિહાસની રોચક માહિતી આપી

મોરબી : મોરબીને એક સમયે ‘મોરવી’ તરીકે કહેવામાં આવતું હતું, ત્યાં દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી. આનો મતલબ એ કે મોરબી ભૂતકાળમાં પણ ખૂબ સમૃદ્ધ હતું જેમ આજે પણ છે. તે સમયે મોરબી ભારતના સૌથી મજબૂત રાજ્યોમાંનું એક ગણાતું હતું. મોરબીમાં ઘણા અલગ અલગ રાજ્યોનું શાસન રહ્યું. મુઘલ સામ્રાજ્યથી રાજપૂતો અને બ્રિટિશરો સુધી કુતુબ-ઉદ-દિન આબકથી લખધિરજી ઠાકોર સુધી.

મોરબીના જાજરમાન નજરાણા સમાન લાલબાગમાં આજે પણ દુર્લભ વનસ્પતિઓનો ખજાનો

આઝાદી સમય પહેલાની વાત કરીએ તો સર વાઘજી ઠાકોર અને વાઘજી ઠાકોરનાં મૃત્યુ પછી રાજકુમાર લખઘીરજી ઠાકોરને મોરબીના રાજા જાહેર કરાયા હતા. મોરબીના ઇતિહાસમાં તેમણે નોંધપાત્ર કામ કર્યું હતું. તેમના સમયમાં ઈલેક્ટ્રિક પાવરહાઉસ અને ટેલિફોન એક્સચેંજ બનાવવામાં આવ્યા હતા. તેમણે મંદિર, ટેકનિકલ હાઇસ્કૂલ અને એન્જીનિયરિંગ કોલેજનું વગેરેનું નિર્માણ પણ કર્યું. આ કોલેજને હવે ‘એલ.ઇ.કોલેજ’ના નામ થી ઓળખવામાં આવે છે.

મોરબીના જાજરમાન નજરાણા સમાન લાલબાગમાં આજે પણ દુર્લભ વનસ્પતિઓનો ખજાનો

એ સમયમાં એક ભવ્ય બાગ (બગીચો) બનાવવામાં આવ્યો હતો જે આજે લાલબાગના નામથી ઓળખાય છે. કહેવાય છે કે આ લાલબાગમાં અનેક પ્રકારની વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઘણી બધી વનસ્પતિઓ તો નષ્ટ થઇ ગઈ છે પરંતુ એમાની કેટલીક દુર્લભ ગણાતી વનસ્પતિઓ આજે પણ ત્યાં જોવા મળે છે જે ઇતિહાસની સાક્ષી પુરે છે. એમાની દુર્લભ ગણાતી પોર્ટુગીઝૉ જયારે ભારત આવ્યા ત્યારે સાથે લાવેલ એવી માન્યતા છે એવી વનસ્પતિ રૂખડો (Adansonia digitata )જેને ગોરખ આમલી કે કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત માસ રોહિણી શીમળો, બીજી બે વનસ્પતિ જે પ્રકૃતિની શોભા વધારતી ઉભી છે જે માત્ર દીવના દરિયા બાજુ જ જોવા મળે છે તે વૃક્ષ દીવ તાડ (રાવણ તાડ) (Hyphaene thebaica) અને તાડ (Borassus flabellifer ).

મોરબીના જાજરમાન નજરાણા સમાન લાલબાગમાં આજે પણ દુર્લભ વનસ્પતિઓનો ખજાનો

આ ઉપરાંત બોરસલી, પીલટો, લીમડો, પીપળો, વડલો, કરંજ, શીશમ, સાતવીણ, પીપર, રેઇન ટ્રી, બંગાળી બાવળ, કરેણ, ચરેલ, હંસપદી, ગુલ મહોર, ખાટીઆમલી, પાખર, ખજૂરી, નીલ મહોર, દેશી બાવળ, શમી (ખીજડો) ગોરસ આમલી ( મીઠી આમલી), કાસીદ, શિરીશ, નીલગીરી, ગળો, પીપળો, વડલો, આકડો, ગરમાળો, બીલી, ઉમરો, કાસમર્દ, મહાબલા, વાયવરણો, દાદરો, ભોંયઆમલી, બોરડી, તલવણી, સહદેવી, લેન્ટાના, બિમ્બી, કંબોઇ, વેવડી, મોટોગૂંદો, ભગલિંગી, ખપાટ, કાંટા શેળીયો, અમરવેલ,દેશી મહેંદી, મોરેઢૂંઢિયું, ઝીલ, ગાંડો બાવળ, અધેડો, મોટી છુછ, સફેદ ચંપો, શંખપુષ્પી, શીંગરોટી, ગળજીભી, કાલાર, આસોપાલવ, અર્જુન, આંબો, ભાંગરો, કઠગુંદી, કોઠી, શવન, ચણોઠી વગેરે અનેક ઔષધિઓ આજે પણ લાલબાગની શોભા વધારી રહી છે.