મોરબી જિલ્લાની આગામી સમયમાં સ્થાનીક રવરાજ્યની ચૂંટણી યોજાવાની હોય એ ચૂંટણીના ભરેલા ઉમેદવારી પત્રોની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરાયેલ ફોર્મમાંથી કુલ 10 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરાયેલ ફોર્મમાંથી કુલ 10 ફોર્મ રદ કરાયા હતા. તેમાં વાંકાનેર પાલિકાની ચૂંટણી માટેના ફોર્મમાંથી ભાજપના એક સહિત 7 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હળવદમાં કોંગ્રેસ-બસપાના એક-એક સહિત 3 ફોર્મને ચકાસણી દરમ્યાન રદ કરાયા છે. હળવદ પાલિકામાં 72-વાંકાનેર પાલિકામાં 46 ફોર્મ માન્ય કરવામાં આવ્યા છે. કાલે ઉમેદવારી પત્ર પાછા લેવા માટેનો છેલ્લો દિવસ એટલે, સાંજે ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે.