Monday - May 11, 2026

સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર એસ.પી.રોડ મોરબી ખાતે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર એસ.પી.રોડ મોરબી ખાતે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

મોરબી:- મોરબીના એસ.પી રોડ પર આવેલ યદુનંદન _ 4 સોસાયટીમાં આવેલા શ્રી સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર ખાતે ત્રણ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 10/ 11 / અને 12 એ યોજાશે. જેમાં ભજન સંધ્યા નું પણ આયોજન રાખેલ છે. આ ભજન સંધ્યામાં ભજનીક બિન્દુબેન રામાનુજ, સાહિત્યકાર ભરતભાઈ પટેલ, ભજનિક રતિભાઈ પટેલ, અને તબલા ઉસ્તાદ તરીકે મયુર પટેલ પોતાની કલા રજૂ કરશે. ભજન સંધ્યા તારીખ 12 4 2025 શનિવાર રાત્રે 9:00 કલાકે સ્થળ:_ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજના મંદિરે એસ.પી. રોડ, મોરબી.

આ ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ 12/4/2025 શનિવારે સાંજે સાત કલાકે મહાપ્રસાદનું પણ આયોજન રાખ્યું છે. જેનું સ્થળ દેવ ફાર્મ એસ.પી. રોડ મોરબી ખાતે રાખેલ છે.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ જે પંડ્યા છે જે (ભાગવત આચાર્ય સંસ્કૃત વિશારદ કાશી) છે.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોરબીની ધર્મ પ્રેમી જનતાને યદુનંદન સોસાયટી ચાર દ્વારા ભવ્ય આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.