મોરબી : મોરબીમાં શિક્ષક સામે જાતીય સતામણીનો ગુનો દાખલ થયો છે.ક્લાસિસમાં આવતી સગીરા સાથે અડપલા કર્યાનો બી ડીવી પોલીસમાં ગુનો નોંધાતા સામે પક્ષે આરોપી ઉપર સગીરાના પરિવારે હુમલો કર્યાના આક્ષેપ સાથે આરોપી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે.
મોરબીમાં ખાનગી ક્લાસિસના સંચાલક સામે ગુનો નોંધાયો છે જેમાં રવિન્દ્ર ત્રિવેદી નામના શિક્ષક સામે જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર આ લંપટ શિક્ષકે ટ્યુશન ક્લાસિસમાં આવતી સગીરા સાથે અડપલા કર્યા હતા. સામે પક્ષે આરોપી ઉપર સગીરાના પરિવારે હુમલો કર્યાના આક્ષેપ સાથે આરોપી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે. પોલીસે આરોપી રવિન્દ્ર ત્રિવેદીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.