Saturday - May 02, 2026

હળવદની મેરૂપર શાળાનો વિદ્યાર્થી સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને દોડમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે

હળવદની મેરૂપર શાળાનો વિદ્યાર્થી સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને દોડમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે

મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકાની મેરૂપર પે સેન્ટર શાળા એક બેનમૂન શાળા છે જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. જે અન્વયે મેરૂપર શાળામાં ધો. 6માં અભ્યાસ કરતા જાદવ વિશ્વરાજસિંહ હરપાલસિંહ સ્ટેન્ડિંગ બ્રોડ જંપની સાથે સાથે 100 મીટર દોડમાં જિલ્લા પ્રથમ આવતા હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે.

હળવદની મેરૂપર શાળાનો વિદ્યાર્થી સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને દોડમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે

જાદવ વિશ્વરાજસિંહ હરપાલસિંહ છેલ્લા ત્રણ વર્ષથી ખેલ મહાકુંભમાં સ્ટેન્ડિંગ બ્રોડ જંપ રમતમાં તાલુકા પ્રથમ આવે છે. શિક્ષકોની સાથે તેમના પિતા હરપાલસિંહની અથાગ મહેનતથી આજે વિશ્વરાજસિંહ શાળા તથા ગામનું ગૌરવ બન્યા છે. રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે એ માટે શાળા પરિવારે શુભકામના પાઠવેલ છે.

હળવદની મેરૂપર શાળાનો વિદ્યાર્થી સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને દોડમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે