Friday - May 01, 2026

વાંકાનેરમાં આતંકવાદીઓના પૂતળાનું દહન કરાશે

વાંકાનેરમાં  આતંકવાદીઓના પૂતળાનું દહન કરાશે

વાંકાનેર : વાંકાનેરમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર ધર્મ પૂછી અંધાધૂંધ ગોળીબાર કરી સેંકડો લોકોની નિર્મમ હત્યા કરનાર આતંકવાદીઓના પૂતળાદહન કરાશે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવતા દેશભરમા આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. જેને લઈને તારીખ 26 એપ્રિલને શનિવારે સાંજે 6 થી 7 કલાકે શહેરના જકાતનાકા પાસે હિંદુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવશે.
 

વાંકાનેરમાં  આતંકવાદીઓના પૂતળાનું દહન કરાશે

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવતીકાલે 26 એપ્રિલના રોજ વાંકાનેર કાતે હાઈવે જકાતનાકા પાસે મહાવીર આઈસ્ક્રીમ પાસે આંતકવાદીઓના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજાશે. આ તકે સર્વે સનાતની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનોને જોડાવવા અપીલ કરવામાં આવી છે.