Wednesday - Apr 22, 2026

વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદોત્સવ યોજાશે

વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદોત્સવ યોજાશે

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજની શૈક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં લાભાર્થે નિઃશુલ્ક રીતે સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદ પૂનમની રાત્રિના તારીખ 16 ઓક્ટોમ્બર 2024, બુધવારે રાત્રે 9.30 વાગ્યે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદનની પાછળ, મોરબી-2 ખાતે શરદોત્સવ 2024″નું જાણીતી લાઈવ ઓરકેસ્ટ્રા સાથે આયોજન કરવામાં આવ્યું છે. શરદોત્સવ 2024” ખેલૈયા માટે બેસ્ટ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 વર્ષની નીચે અને 15 વર્ષથી ઉપર બે કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ જ્ઞાતિજનોને માટે દૂધ પૌવાની પ્રસાદીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.