Tuesday - Jul 21, 2026

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કેજી થી ધોરણ 12ના વાલીનો સેમીનાર યોજાયો

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કેજી થી ધોરણ 12ના વાલીનો સેમીનાર યોજાયો

મોરબી : મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીમાં કેજીથી ધોરણ 12ના વાલી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગ વિદ્યાલય મોરબી અને નવયુગ શૈક્ષણિક સંકુલના તમામ પેરેન્ટ્સે સહર્ષ ભાગ લીધો હતો

નવયુગ ગ્રુપમાં એજ્યુકેશન હરહંમેશ વાલીઓના પ્રશ્નોને લઈને ચિંતિત હોય છે  તે અનુસંધાને દર છ મહિને વાલી સેમિનારનું આયોજન કરવામાં આવે છે તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા સાહેબ તમામ વિભાગના પ્રિન્સિપાલો અને તમામ વિષયના શિક્ષકો દ્વારા  વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે સેમિનાર પૂર્ણ થયાં બાદ સર્વે સાથે મળીને  ભોજનનો પણ આનંદ માણે છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય,શિક્ષણ અને શિસ્ત સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું સાથે સાથે વાલીઓને પણ જાગૃત કરવામાં આવે છે. આ સેમિનારમાં સંસ્થા ના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને તમામ વિભાગના પ્રિન્સિપાલ અને શિક્ષક ગણએ જહેમત ઉઠાવી હતી.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કેજી થી ધોરણ 12ના વાલીનો સેમીનાર યોજાયો