એસઓજી ટીમે ૯ હથિયાર અને ૨૫૧ કાર્ટીઝ સહિતનો જથ્થો કબજે લીધો
મણીપુર અને નાગાલેંડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને ૨૫૧ કાર્ટીઝ સહીત ૯ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં ગેરકાયદે હથિયાર રાખનાર શખ્સોને શોધી કાઢી હથિયારધારાના વધુ કેસો કરવાવતેમજ ગેરકાયદે હથિયારો મોટાભાગે બહારના રાજ્યમાંથી આવતા હોય જે રેકેટ ચાલતું હોવાથી રેકેટનો પર્દાફાશ કરવા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી જીલ્લા અને આજુબાજુના જીલ્લામાં ગુનાઓ દાખલ થયેલ હોય તેવા શખ્સોને હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોવાથી હથિયાર માટેનું લાયસન્સ મળ્યું ના હોય અથવા મળી સકે તેમ ના હોવાથી અન્ય રાજ્યમાંથી ખાસ મણીપુર અને નાગાલેંડ જેવા રાજ્યમાં એજન્ટો થકી ઓલ ઇન્ડિયા પરમીટ મેળવ્યાની હકીકત આધારે શંકાસ્પદ જણાઈ આવતા આઠ શખ્સોએ મણીપુર અને નાગાલેંડ રાજ્યમાંથી હથિયાર અંગેના પરવાના મેળવ્યા હોવાનું ખુલ્યું હતું
એસઓજી ટીમે આરોપી રોહિત નાનજી ફાગલીયા, ઈસ્માઈ સાજન કુંભાર, મુકેશ ભાનુ ડાંગર, મહેશ પરબત મિયાત્રા, પ્રકાશ ચુનીલાલ ઉનાલીયા, પ્રવીણસિંહ ચતુભા ઝાલા, માવજીભાઈ ખેંગારભાઈ બોરીચા, શિરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા એમ આઠ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે એસઓજી ટીમે રિવોલ્વર અને પિસ્તોલ સહીત કુલ ૦૯ હથિયાર કીમત રૂ ૮,૭૪,૭૬૦ અને ૨૫૧ કાર્ટીસ કીમત રૂ ૫૭,૭૯૨નો મુદામાલ કબજે લીધો છે.