Tuesday - Jul 07, 2026

હળવદ નજીક એક પિસ્તોલ અને 17 જીવતા કારતુસ સાથે એક ઝડપાયો

હળવદ નજીક એક પિસ્તોલ અને 17 જીવતા કારતુસ સાથે એક ઝડપાયો

હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે માળીયા - અમદાવાદ હાઇવે ઉપર  વોચ ગોઠવી કવાડિયા ગામના પાટિયા પાસેથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા રાજસ્થાનના વતની કાર ચાલકને એક પિસ્તોલ, મેગજીન અને 17 જીવતા કારતુસ સહિત 10.12 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો

અમદાવાદ - માળીયા હાઇવે એક કારમાં હથિયાર સાથે એક શખ્સ પસાર થનાર હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે કવાડિયા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી જીજે - 27 - ઇસી - 9798 નંબરની કારને અટકાવી તલાશી લેતા મૂળ રાજસ્થાનના વતની કાર ચાલક આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી રહે. હાલ શ્રીનાથ રેસિડેન્સી, આકૃતિ ટાઉનશીપ, નારોલ, અમદાવાદ વાળાના કબજામાંથી એક પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર, એક મેગજીન કિંમત રૂપિયા 500 તેમજ જીવતા કારતુસ કિંમત રૂપિયા 1700 મળી આવતા મહિન્દ્રા એક્સ્યુવી કાર કિંમત રૂપિયા 10 લાખ સહિત કુલ રૂપિયા 10,12,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો