Sunday - May 31, 2026

મોરબીમાં જાહેરમાં મોબાઈલ ફોનથી આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

મોરબીમાં જાહેરમાં મોબાઈલ ફોનથી આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

આ શખ્સની પૂછપરછમાં બે આરોપીઓના નામ ખુલ્યા

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવા ડેલા રોડ પર જાહેરમાં મોબાઈલ ફોન વડે આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા નામચીન શખ્સને ઝડપી લઈ આગવી ઢબે કરેલી પૂછતાછમા સટ્ટાની કપાત લેનાર બે શખ્સના નામ ખોલાવી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે નવા ડેલા રોડ પર અશોક પાન પાસે દરોડો પાડી આઇપીએલ ક્રિકેટ મેચમાં ગુજરાત અને રાજસ્થાનની ટીમ વચ્ચે ચાલી રહેલા ટવેન્ટી - ટવેન્ટી મેચ પર લાઈનના મોબાઈલમાં હારજીતનો રનફેરનો જુગાર રમાડી રહેલા નામચીન શખ્સ હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા ઉ.38 રહે.નવા ડેલા રોડ, અશોક પાનની બાજુમાં મોરબી વાળાને સટ્ટાના સાહિત્ય અને રોકડા રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં આરોપી ઇસ્માઇલ કુરેશી રહે.મોરબી વાળાને કપાતના સોદા લખવતો હોવાનું અને અન્ય એક મોબાઈલ નંબરવાળા શખ્સના રનફેરના સોદા લખ્યા હોવાનું કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી અન્ય બે એઓપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.