મોરબી: મોરબી શહેરના આંગણે બ્રહ્માકુમારીઝ દ્વારા આગામી તારીખ 4 ફેબ્રુઆરીના રોજ આધ્યાત્મિકતા અને સંગીતના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'સુખી જીવન કા સાર: સકારાત્મકતા' વિષય અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં મોરબીવાસીઓને લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળવાનો લહાવો મળશે.
બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આ કાર્યક્રમ આગામી બુધવારે લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. કાર્યક્રમનો સમય સાંજે 4:00 થી 7:30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.
જો આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણો વિશે વાત કરીએ તો "ગેટવે ટુ હેવન" કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ રૂપે અદ્યતન ટેકનોલોજી સાથેનો 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' રજૂ કરવામાં આવશે.
સાથે દિવ્ય સૂર ઝનકાર: સાંજે 5:00 કલાકે ખાસ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જે વાતાવરણને ભક્તિમય બનાવશે.
આ કાર્યક્રમ થકી લોકોને જીવનમાં સકારાત્મકતા કેળવવાની પ્રેરણા મળશે. આ અવસરે મોરબીની ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારવા માટે બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમની રૂપરેખા:
તારીખ: 4 ફેબ્રુઆરી (બુધવાર)
સમય: સાંજે 4:00 થી 7:30 કલાક સુધી
સંગીત સંધ્યા: સાંજે 5:00 કલાકે
સ્થળ: ક્લાસિક પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી.