Saturday - May 02, 2026

મોરબીમાં નવનિર્મિત બિલ્ડીંગના લિફ્ટમાંથી પડી જતા સગીરનું મોત

મોરબીમાં નવનિર્મિત બિલ્ડીંગના લિફ્ટમાંથી પડી જતા  સગીરનું મોત

મોરબીના રવાપર નજીક એસપી રોડ ઉપર નવા બની રહેલા બિલ્ડીંગમાં પાંચમા માળે પરિવારજનોને જમવાનું આપવા આવેલ સગીર બાળકનો પગ લપસી જતા લિફ્ટ ગાળામાંથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.

મોરબીના એસપી રોડ ઉપર નવા બની રહેલા ગોલ્ડન હાઇટ્સ બિલ્ડીંગમાં પાંચમા માળે પરિવારજનોને જમવાનું આપવા આવેલ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કરમસિંહ નવલસિંહ બામનીયા ઉ..વ. 16 નામના સગીર બાળકનો પગ લિફ્ટ ગાળા પાસે લપસી જતા પાંચમા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.