Thursday - Jul 02, 2026

હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં ફોન લેવા જતા સગીરાનું મોત

હળવદના રણજીતગઢ નજીક કેનાલમાં ફોન લેવા જતા સગીરાનું મોત

હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઇ મોહનભાઇ ચૌહાણની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મહારાષ્ટ્રના નાદુરબાર જિલ્લાની વતની રવીનાબેન લિહકાભાઈ વસાવે ઉ.16 નામની સગીરા ગઈકાલે બપોરના સમયે કેનાલ કાંઠે બેસી ફોનમાં વાત કરતી હતી ત્યારે ફોન કેનાલમાં પડી જતા રવીના ફોન લેવા જતા લપસીને કેનાલમાં ગરક થઈ જતા કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.