વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલથી જામસર જવાના રસ્તા પર જીજે - 18 - એસએસ - 0499 નંબરના મોટર ગ્રેડર મશીનના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી પાછળ જોયા વગર વાહન રિવર્સમાં ચલાવી રાજાભાઈ નંદાસીયા રહે.વરડૂસર ગામને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રાજાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર રમેશભાઈ નંદાસીયા વાળાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગ્રેડર મશીનના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.