Wednesday - Apr 29, 2026

મોરબીના પોશ વિસ્તારમાં ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ

મોરબીના પોશ વિસ્તારમાં ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ

વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગ્યનું પ્રાથમિક તારણ

મોરબી : મોરબીના રવાપર રોડ પર વી માર્ટ સામેની શેરીમાં આવેલ પ્લાયવુડ અને ફોર્મનું કામકાજ કરતી એક ફર્નિચરની દુકાનમાં આજે વહેલી સવારે ભીષણ.આગ ભભૂકી ઉઠી હતી. જો કે, આગના લબકાર મોડે ચાલુ હોય બાજુની તેમજ ઉપરની દુકાનમાં પણ આગ ફેલાય જતા અજુગતું બની જવાના એંધાણ વર્તાયા હતા. પરંતુ ફાયર બ્રિગેડ કાફલાએ ત્રણ ગાડીઓ સાથે પાણીનો સતત મારો ચલાવવાની સાથે ફોર્મનો મારો ચલાવી ભારે જહેમતના અંતે આગને કાબુમાં લેતા આસપાસના લોકોએ રાહત અનુભવી હતી.

મોરબીના પોશ વિસ્તારમાં ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ

શહેરના ગીચ અને પોશ વિસ્તાર રવાપર રોડ પર વી માર્ટ સામેની શેરીમાં આવેલ દીપકલા નામની ફર્નિચરની દુકાનમાં આજે વહેલી સવારે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને આગે પળવારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા થોડીવાર સુધીમાં અફડાતફડી મચી ગઇ હતી. આ આગના બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવાના અથાક પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આગ વધુ ફેલાય જતા ફાયર ટીમે દુકાનની ત્રણ સાઈડથી ઘેરો ઘાલી પાણીનો મારો ચલાવી ત્રણ ફાયર ટેન્ડર વડે આગ બુઝાવવા જહેમત ઉઠાવી હતી. જ્યારે આ બનાવ અંગે ફાયર ટીમના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે, ફર્નિચરની દુકાનમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ દુકાન અંદર પ્લાયવુડ, ફોર્મ, કેમિકલ અને લાકડા સહિતનો સામન હોવાને કારણે આ દુકાનમાંથી આગ ફેલાયને બાજુની દુકાનમાં તેમજ ઉપરના માળ સુધી પ્રસરી જતા હવે આગ વધુ વિકરાળ બને તેવા ભયથી આસપાસના લોકો અને વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે દુકાનનું સ્ટ્રક્ચર પતરાના શેડનું હોય આગ બુઝાવવામાં મુશ્કેલી પડી હતી. આથી ફાયર બ્રિગેડને આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. આ દુકાનમાં આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યનું પ્રાથમિક અનુમાન છે.

મોરબીના પોશ વિસ્તારમાં ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ
મોરબીના પોશ વિસ્તારમાં ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ