Monday - Sep 07, 2026

વાંકાનેરના સિરામક કારખાનામાં ભીષણ આગ કલાકોની જહેમતના અંતે કાબુમાં આવી

વાંકાનેરના સિરામક કારખાનામાં ભીષણ આગ કલાકોની જહેમતના અંતે કાબુમાં આવી

આગને બુઝાવવા મોરબી, વાંકાનેર અને રાજકોટ ફાયર બ્રિગેડની સાત ટીમો સતત પાણીનો મારો ચલાવ્યો

મોરબી : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી રોલસ્ટાર સિરામિક ફેક્ટરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગવાની ઘટનામાં મોરબી, રાજકોટ અને વાંકાનેર ફાયર બ્રિગેડની સાત ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવતા વહેલી સવારે પાંચ વાગ્યે આગ બુઝાઈ હતી.આગને કારણે વ્યાપક નુકશાન થયું હતું.જો કે, આગ કયા કારણોસર લાગી તે અંગેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી રોલસ્ટાર સિરામિક ફેક્ટરીની ઓફિસમાં ગઈકાલે શનિવારે રાત્રે આશરે 8:30 વાગ્યાની આસપાસ લાગી હતી.આગ લાગ્યા બાદ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બુઝાવવા માટે મોરબી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઉપરાંત રાજકોટ અને વાંકાનેર ફાયર બ્રિગેડની એક એક ગાડી બોલાવવામાં આવી હતી.વિકરાળ આગ બુઝાવવા સાત ફાયર ટેન્ડર વળે સતત પાણીનો મારો ચલાવવામાં આવતા વહેલી સવારે 5 વાગ્યે આગ બુઝાઈ હોવાનું મોરબી ફાયર બ્રિગેડે જાહેર કર્યું હતું.જો કે, આગ ક્યાં કારણોસર લાગી અને કેટલું નુકશાન થયું છે તે અંગેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.પરંતુ આગની તીવ્રતા જોતા વ્યાપક નુક્શાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.