Thursday - Apr 16, 2026

હળવદના દશામાના મંદીર પાસેથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

હળવદના દશામાના મંદીર પાસેથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

હળવદ : હળવદના વેગડવાવ રોડ ઉપર ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડી દશા માંના મંદિર પાસેથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

હળવદના વેગડવાવ રોડ પર શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના બાઇક રજી. નં.GJ-06-HR-5665 સાથે નીકળેલા વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયક ઉ.વ.૨૦ રહે.હાલ માથક ગામની સીમવાળાને અટકાવી પોલીસે પોકેટ કોપ એપમાં સર્ચ કરાવતા બાઇક માલિક વાસુદેવભાઈ કેશાભાઈ ઈટોદરા રહે. ટીકર ગામ વાળા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા તેને આ બાઇક હળવદ દશામાના મંદીર પાસેથી ચોરી કર્યું હોવાની કબુલાત આપતા તેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.