મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સવન કલોક નામના ઘડિયાળના કારખાનામાં કામ કરતા અનિલભાઈ રમેશભાઈ કણઝારીયા ઉ.26 નામના યુવાનનું કારખાનામાં બીજા માળેથી પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.