Tuesday - Sep 29, 2026

મોરબી નજીક કારખાનાના પ્રથમ માળેથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી નજીક કારખાનાના પ્રથમ માળેથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે ઓરિન્ડા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા જગદીશસિંહ છત્રુઘનસિંહ ઉ.24 નામના યુવાનનું લેબર કવટર્સના પહેલા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે