Saturday - May 16, 2026

મકાનની છત ભરતી વેળાએ ઉંચાઈ ઉપરથી નીચે પડી જતા શ્રમિકનું મોત

મકાનની છત ભરતી વેળાએ ઉંચાઈ ઉપરથી નીચે પડી જતા શ્રમિકનું મોત

મોરબી શહેરમાં સિરામિક સીટી પાછળ આવેલ ઉમિયાનગર વિસ્તારમાં ગત તા.24 ડિસેમ્બર 2024ના રોજ નવા બની રહેલા મકાનની છત ભરતી વેળાએ ઉંચાઈ ઉપરથી નીચે પડી જતા મધ્યપ્રદેશના વતની પપ્પુભાઈ બહાદુરભાઈ ભુરિયા ઉ.31 નામના પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા તા.29ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ મૃતકને વતન જાબુઆ લઈ જવામાં આવતા જાબુઆ પોલીસે મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.