Saturday - Jul 04, 2026

માળીયામાં 1100 લીટર દેશી દારૂના આથા સાથે એક ઝબ્બે

માળીયામાં 1100 લીટર દેશી દારૂના આથા સાથે એક ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા પોલીસે કોબાવાંઢ વિસ્તારમાં આવેલ દોસમામદ પીરની દરગાહ પાછળ નદી કાંઠે બાતમીના આધારે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી સલીમ ઇકબાલભાઈ જામના કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો 1100 લીટર આથો કિંમત રૂપિયા 27,500 મળી આવતા પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી હતી. આરોપીની પૂછતાછમાં અન્ય આરોપી જાકીર ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણીની સંડોવણી કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.