Saturday - May 16, 2026

મોરબીના રંગપર પાસે દેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબીના રંગપર પાસે દેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં તળાવ પાસે દરોડો પાડી તાલુકા પોલીસે હકુબેન સુરાભાઈ ઉર્ફે સૂર્યાભાઈ માથાસૂરિયા ઉ.45 રહે.રંગપર ગામની સીમ નામના મહિલાને રૂપિયા 60 હજારની કિંમતના 300 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો સુરાભાઈ ઉર્ફે સૂર્યાભાઈ હીરાભાઈ માથાસૂરિયા આપી ગયો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.