Saturday - Jun 27, 2026

મોરબીના બગથળા ગામની ગૌશાળા માટે રાહત દરે વિશાળ ફટાકડા સ્ટોલ નખાયો

મોરબીના બગથળા ગામની ગૌશાળા માટે રાહત દરે વિશાળ ફટાકડા સ્ટોલ નખાયો

મોરબી : મોરબીમાં આગામી દીપોત્સવી નિમિતે ઠેરઠેર ફટાકડા સ્ટોલ નાખવામાં આવ્યા છે. મોટાભાગના ફટાકડા સ્ટોલ ધંધાદારી છે. પણ મોરબીમાં એક એવો ભવ્ય ફટાકડાનો મસમોટો મોલ ઉભો કરાયો છે. જે એકદમ ગૌસેવા માટે છે.જેમાં મોરબીના બગથળા ગામે આવેલ અભિલાષા ગૌશાળાના લાભાર્થે એકદમ રાહત દરે મોરબીની રવાપર ચોકડીએથી આગળ આવેલ ઉમા હોલ ખાતે ફટાકડાઓના મસમોટા ખજાના સાથે ભવ્ય મોલ ઉભો કરવામાં આવ્યો છે.

જેમાં 250 જેટલા ફટાકડાની વેરાયટીઓ છે.જાત જાતના ફટાકડા રાખવામાં આવ્યા છે. બગથળાની ગૌશાળાને 25 વર્ષ પુરા થયા છે. 100 જેટલી ગાયોની સેવા કરવામાં આવે છે. ખાસ કરીને આ ગૌશાળામાં અંધ અંપગ ગાયોની વધુ સેવા ચાકરી કરવામાં આવે છે.આયોજકોએ કહ્યું હતું કે, ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. એટલે ગાયની સેવાથી વિશેષ સેવા એકેય ન હોય શકે .દરેક ગાયની સેવા માટે આગળ આવે તો ક્યારેય કોઈ ગાય રખડતી ભટકતી જોવા ન મળે. ફટાકડામાં તડતડ, બૉમ્બ, ફુવારા, ત્રણ-ચાર ફૂટના મોટા મોટા ફૂલઝર, વાયર, અલગ ચકરી, ફુવારા, હેલિકોપ્ટર, અલગ પ્રકારના રોકેટ સહિતના અનેક વિધ એકદમ સસ્તા અને સારી ક્વોલિટીમાં ફટાકડા મળે છે.અમુક નવી વેરાયટીના ફટાકડા પણ મળે છે. બાળકોથી માંડીને મોટેરાઓ ફોડી શકે તેવા ફટાકડા છે.આયોજકોએ મોરબીના તમામ લોકોને કહ્યું હતું કે, દિવાળીએ દરેક ઘરે ફટાકડા ની રોશની થતી હોય છે. તો દરેક લોકો અમારા આવડા મોટા મોલ માંથી ફટાકડા ખરીદે તો જે કઈ રૂપિયાની આવક થશે એ આવક ગૌસેવા માટે જ વપરાશે તેવું જણાવ્યું છે.

મોરબીના બગથળા ગામની ગૌશાળા માટે રાહત દરે વિશાળ ફટાકડા સ્ટોલ નખાયો