Monday - Jun 29, 2026

મોરબી અને થાનમાં પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન યોજાયા

મોરબી અને થાનમાં પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન યોજાયા

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વરિયા પ્રજાપતિ સમાજનો 38મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. મોરબીની સાથે સાથે થાનગઢમાં પણ વરિયા પ્રજાપતિ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. મોરબી અને થાનગઢમાં 22-22 એમ કુલ 44 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પડ્યા હતા.

આ સમૂહ લગ્નોત્સવના આયોજકે જણાવ્યું હતું કે, છેલ્લા 38 વર્ષથી વરિયા પ્રજાપતિ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાય છે. સમાજમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓને રોકી શકાય અને એક જ મંડપ નીચે લગ્ન યોજી સમાજનું એકીકરણ કરી શકાય તે માટે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવતા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવવાનું પણ આયોજન કરાયું છે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી 122 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવી છે.

મોરબી ખાતે યોજાયેલા વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નોત્સવમાં મોરબી જિલ્લા કલેકટર, મોરબી જિલ્લા વિકાસ અધિકારી, સંતો-મહંતો સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.

મોરબી અને થાનમાં પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન યોજાયા