Monday - Jul 06, 2026

જોધપર ઝાલા ગામના શહિદ જવાનના પરિવારને 50 હજારનું અનુદાન અર્પણ

જોધપર ઝાલા ગામના શહિદ જવાનના પરિવારને 50 હજારનું અનુદાન અર્પણ

 ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન પરેશકુમાર સારેસાનું શારીરિક બીમારી સબબ અમદાવાદ આર્મી હોસ્પીટલમાં અવસાન થયું છે. હાલ તેઓ જમ્મુના ઉધમપુરના આર્મી કેમ્પ ખાતે હવલદાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા. આર્મી જવાનનુ મૃત્યુ નિપજતા પરિવાર પર સંકટનો વાદળ ઘેરાયા છે ત્યારે સહિદ પરીવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીના શનાળા ગામે ઉત્તમ દાખલો બેસાડ્યો છે સમસ્ત શનાળા ગામના યુવાનો દ્વારા સહિદ જવાનના પરિવાર માટે ફાળો એકત્ર કરી રૂ.૫૦,૦૦૦ નું અનુદાન સહિદ પરીવારને અર્પણ કરવામાં આવેલ છે.

જોધપર ઝાલા ગામના શહિદ જવાનના પરિવારને 50 હજારનું અનુદાન અર્પણ