Wednesday - Apr 29, 2026

રાજપર ગામે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

રાજપર ગામે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

 અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સર્જન થતું હોય ત્યારે આ રામ મંદિરના આમંત્રણ માટે આવેલ અક્ષત કળશ યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ અક્ષત કળશ યાત્રાનું મોરબીના રાજપર ગામે આગમન થતા તમામ ગ્રામજનોએ ભવ્ય રીતે તેનું સ્વાગત કર્યું હતું.

રાજપર ગામે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

મોરબીના રાજપર ગામે અક્ષત કળશનું સમસ્ત રાજપર ગામની દીકરીઓએ સામૈયા તેમજ બાળકોએ રામાયણના પાત્રોની વેશભૂષા તથા યુવાનોએ કેસરીયા સાફા તેમજ સમસ્ત ગામજનોએ ઢોલ નગારાના તાલે પુષ્પવર્ષા તેમજ રાસ ગરબા કરી ભવ્યાતી ભવ્ય ભગવાન શ્રીરામના આનંદ ઉત્સવના આમંત્રણ રૂપી આવેલ અક્ષત કળસનું સ્વાગત કરવામા આવ્યું હતું.

રાજપર ગામે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત