મોરબી:પરમ પૂજ્ય સંતોના પાવન સાનિધ્યમાં શ્રી ખોખરા હનુમાનજી ધામ ખાતે ભક્તિરસથી ભરપૂર ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ: ૦૯-૦૯-૨૦૨૬, બુધવારના રોજ રાત્રે ૦૯:૩૦ કલાકે ભવ્ય સંતવાણી યોજાશે.
જેમાં સંતવાણી આરાધક તરીકે કિશોરભાઈ વાઘેલા અને વિજયાબેન વાઘેલા આ દિવ્ય સંતવાણીનો ભક્તિ રસ પીરસશે, તો ભજન સંધ્યાનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું છે.
સ્થળ: શ્રી ખોખરા હનુમાનજી ધામ, ભરતનગર-બેલા, મોરબી