મોરબી : મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે સંત વેલનાથ બાપુની પૂણ્યતીથી નિમિતે તાજેતરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આગામી તા.2/4/ 26ના રોજ વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે યોજાનાર શોભાયાત્રામાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના આગેવાનો, યુવા શક્તિ, તથા ભાઈઓ-બહેનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક સમાજની એકતા, શક્તિ અને સંગઠનનું પ્રતિક છે. અને આગામી પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે જેથી મોરબી જડેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન રોડથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. ત્યાર બાદ નગર દરવાજા, તખ્તસીહજી રોડ, વીસી ફાટક, માહારાણા સર્કલથી ચાર રસ્તાથી સમાજની બોડીગ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગદીશભાઈ જી. બાંભણીયા, અજયભાઈ વાઘાણી, માધવભાઈ પરેશા, દેવેશભાઈ રાણેવાડીયા અને પ્રવીણભાઈ સારલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.