મોરબી દરબારગઢ સંઘ દ્વારા આજે ભગવાન મહાવીર સ્વામિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરબારગઢ ખાતે આવેલા જૈન દેરાસરથી નીકળીને ગ્રીન ચોક, નહેરુ ગેટ ચોક, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક થઈ સાવસર પ્લોટમાં શનાળા રોડ પર આવેલા પ્લોટ દેરાસર ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી.. બેન્ડ બાજા સાથે ધામધૂમથી નીકળેલી ભગવાન મહાવીર સ્વામિની શોભાયાત્રામાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિને બિરાજમાન કરી આ શોભાયાત્રામાં ચાર બગી અને ઈન્દ્ર ધ્વજાની ગાડી પણ જોડવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પારણાનો શાહ પરિવાર, ભગવાનની પાલખીનો લ્હાવો અજમેરા પરિવાર અને સારથી તરીકે સોલાણી અને વોરા પરિવારે લાભ લઈને ધન્યતા અનુભવી હતી. એકંદરે આજે મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ધર્મોલ્લાભેર ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર આજે ભગવાન મહાવીર સ્વામિની ભવ્ય શોભાયાત્રા હર્ષોલ્લાસભેર યોજાઈ હતી .જેમાં બોધિદર્શન વિજયજી તથા સાધ્વીજી મહારાજની આગેવાનીમાં ચાંદીની પાલખીમાં નીકળેલી ભગવાન મહાવીર સ્વામીની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.