Thursday - Apr 23, 2026

મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા ભવ્ય નિ:શુલ્ક ફિઝીયોથેરાપી અને મેડિકલ કેમ્પનું સફળ આયોજન થયું.

મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા ભવ્ય નિ:શુલ્ક ફિઝીયોથેરાપી અને મેડિકલ કેમ્પનું સફળ આયોજન થયું.

મોરબી: આ કેમ્પનું આયોજન આજે તારીખ ૨૩-૧૧-૨૦૨૫ , રવિવાર ના રોજ આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા–૨ , નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે કરવામાં કરવામાં આવ્યું હતુ. મફત આરોગ્ય કેમ્પમાં કુલ ૫૦ થી વધારે  દર્દીઓને આરોગ્યનો લાભ લીધો હતો,

આ કૅમ્પ માં ડૉ. તેજશ જોગી (Ms Orthopeadiuc) દ્વારા સાંધાના દુખાવા , કમર–ગરદન નો દુખાવો, હાડકાં અને સ્નાયુના રોગોની તપાસ અને નિદાન સહિત ખાસ ફિઝીયોથેરાપી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાણી ડૉ.ધ્વનિ નીમાવત, ડો.ખ્યાતિ પરમાર, અને ડૉ. પ્રતિક દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું,
અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું. 

મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા ભવ્ય નિ:શુલ્ક ફિઝીયોથેરાપી અને મેડિકલ કેમ્પનું સફળ આયોજન થયું.
મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા ભવ્ય નિ:શુલ્ક ફિઝીયોથેરાપી અને મેડિકલ કેમ્પનું સફળ આયોજન થયું.

આ કેમ્પની વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર તથા બીજા વર્ષ ના આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થી દ્વારા લોકોને ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ આપી હતી.

આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્યનો લાભ મળ્યો હતો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ હતી,

આ સંદર્ભે આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની ભરપુર પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.