મોરબી:- આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે આજે ભારતભરમાં આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. જેના ભાગરૂપે આજે મોરબી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નવયુગ સંકુલ વીરપર ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષકો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન અને નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બાળકોને માત્ર સૂચનાઓનું પાલન કરતાં રોબોટ નહીં પરંતુ તેમનામાં મૌલિકતા અને સ્વતંત્ર વિચાર શક્તિ જેવા પ્રયાસો કરવા જોઈએ.
ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક વિકાસની વાત કરીએ તો મોરબી વિદ્યાનું હબ બની રહ્યું છે અને નજીકના જ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ભણવા માટે અન્ય શહેરોમાં મોકલવાને બદલે લોકો મોરબીને પસંદ કરશે.
આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ સોલંકી હેતલબેન કાંતિલાલ શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ટંકારાને સન્માનિત કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત તાલુકા કક્ષાએ સાત શિક્ષકોને તેમના યોગદાન બદલ સન્માનિત કરાયા હતા જેમાં પીઠડીયા પરેશકુમાર (માળીયા), સુભાષભાઈ સોલંકી (માળીયા), અઘારા કાજલબેન (ટંકારા), નારિયાણા શાંતિલાલ (ટંકારા), સાણદિયા નીરલબેન (વાંકાનેર), દેત્રોજા સુમિત્રાબેન (મોરબી), અને આદ્રોજા પ્રજ્ઞેશકુમાર (મોરબી)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વર્ષ 2025ની એચએસસી સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર બાદી ફીઝા મકબુલભાઈ વાંકાનેર, દ્વિતીય દોશી કથન હિતેશભાઈ વાંકાનેર, તૃતીય આદ્રોજા અપેક્ષા અમૃતલાલ ટંકારા, અને ચોથા ક્રમે ચૌધરી નુરુ નિશા ઈકબાલભાઈ વાંકાનેરનું બહુમાન કરાયું હતું, તો એચએસસી વિજ્ઞાન પ્રવાહ 2025માં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે કૈલા રચિત કુમાર શક્તિભાઈ મોરબી, દ્વિતીય ક્રમે રાઠોડ અભિરાજસિંહ પ્રતાપભાઈ હળવદ, અને તૃતીય ક્રમે કણજારીયા દિવ્યાંગકુમાર રાજેશભાઈ હળવદને સન્માનિત કરાયા હતા, તેમજ એસએસસી 2025ની પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે પટેલ તીર્થકુમાર વિપુલભાઈ હળવદ, દ્વિતીય ક્રમે પટેલ શાન સુનિલભાઈ ટંકારા, અને તૃતીય ક્રમે નૈત્રા રુદ્રકુમાર અરવિંદભાઈ હળવદને સન્માનિત કરવામાં આવ્યા હતા,
મોરબી જિલ્લામાં જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વિદ્યાર્થીઓમાં માધાપર વાડી કન્યા શાળામાંથી પરમાર વંદના અને પરમાર ફેન્સી ભરતનગર પ્રાથમિક શાળામાંથી પાંચોટિયા દેવ, વજેપર વાડી પ્રાથમિક શાળામાંથી નકુમ આરાધના, ખરેડા તાલુકા શાળામાંથી બરાસરા સારંગ, અમરાપર પ્રાથમિક શાળામાંથી બાદી આલમીન અને સજનપર પ્રાથમિક શાળામાંથી રાણીપા ગર્વ અને જ્ઞાનસેતુ સ્કોલરશીપની પરીક્ષામાં સારું પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ સમ્યક કમલેશભાઈ વાઘેલા અણીયારી પ્રાઇમરિ સ્કૂલ, દિયા કલ્પેશભાઈ વાજા થોરાળા પ્રાઇમ મરી સ્કૂલ, દર્શ હિતેન્દ્રભાઈ સોનગરા હળવદ પે સેન્ટર સ્કૂલ નંબર ચાર, આરવ હિતેશભાઈ બોડા કૃષ્ણનગર પ્રાઇમરિ સ્કૂલ, મિશ્રા અરવિંદભાઈ જીવાણી ખાનપર કુમાર પ્રાઇમરિ સ્કૂલ, વેદ નરેન્દ્રભાઈ પરમાર હળવદ પે સેન્ટર સ્કૂલ નંબર ચાર, આરવી દયાલાલ વડગાસિયા વાંકડા પ્રાઇમરિ સ્કૂલ અને હેત ઘનશ્યામભાઈ ચૌહાણ ટીકર રણ પે સેન્ટર સ્કૂલ નંબર એક નું સન્માન કરવામાં આવ્યું હતું.