મોરબી : મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું તેમાં ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સહિતની મહેમાનોના હસ્તે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સ્નેહમિલન તેમજ તથા સન્માન સમારોહમાં જિલ્લાના તમામ વકીલો હાજર રહ્યા હતા.
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા વકીલોના સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.વી. શ્રીવાસ્તવ તથા એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સ જજ કે.આર. પંડ્યા સહિતના તમામ જજ આ ઉપરાંત જે.જે.પટેલ, અંશભાઈ ભારદ્વાજ, મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ, મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા મોરબી જિલ્લામાં છેલ્લા 35 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલની પ્રેક્ટિસ કરતા જિલ્લાના સિનિયર વકીલો, મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ આગેચાણીયા અને તેની ટીમ તથા જિલ્લા બાર એસો. અને તાલુકા બાર એસો.ના માજી પ્રમુખો અને વર્તમાન પ્રમુખોની સન્માન કરવામાં આવ્યું હતું.