Friday - May 08, 2026

રાજકોટની ગોકુલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા બગથળા ગામ ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

રાજકોટની ગોકુલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા બગથળા ગામ ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

મોરબી:- મોરબી તાલુકામાં આવેલ બગથળા ગામે નકલંક ધામની વાડીમાં આજે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો આ મેડિકલ કેમ્પ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા યોજાયો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન કરનાર ગોકુલ હોસ્પિટલના ડોક્ટરનો નકલંકધામના મહંત દામજી ભગતે આભાર વ્યક્ત કર્યો હતો. આ મેડિકલ કેમ્પમાં સ્થાનિક ડોક્ટર પણ જોડાયા હતા.