Saturday - May 18, 2024

એસએમસીની ટીમના મધરાત્રે દરોડામાં હોટલના પાર્કિગમાં રહેલો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝપટે ચડ્યો

એસએમસીની ટીમના મધરાત્રે દરોડામાં હોટલના પાર્કિગમાં રહેલો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝપટે ચડ્યો

 મોરબી જિલ્લામાં વિકાસની સાથે હવે ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે ચડતો હોય એમ સતત ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી હોવાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી દારૂનું દુષણ પણ વધ્યું હોય ગતરાત્રે રાજ્યની પોલીસ બાતમીના આધારે હળવદના સુખપર ગામે આવેલી હોટલના પાર્કિગમાંથી ઈંગ્લિશ દારૂ ભરેલો આખા ટ્રક સાથે એકને દબોચી લીધો હતો અને દારૂબંધી હોવા છતાં એટલા મોટા પ્રમાણમાં અહીં ઈંગ્લિશ દારૂ પહોંચ્યો કેવી રીતે તે અણીયારાના સવાલનો જવાબ મેળવવા તપાસ હાથ ધરી છે.

હળવદના સુખપર ગામ નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં ગતરાત્રે 11 વાગ્યાની  આસપાસ રાજ્યની એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો અને મધ્યપ્રદેશથી દારૂ ભરીને આવેલા ટ્રક ઝડપી લીધો હતો. વધુમાં રાજ્યની સ્ટેટ મોનોટરિંગ સેલની ટીમને મોરબી જિલ્લામાં પેટ્રોલીગ દરમ્યાન ઈંગ્લિશ દારૂની મોટાપાયે હેરાફેરી કરાતી હોય અને હળવદના સુખપર ગામ નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં પાર્ક થયેલા ટ્રકમાં ચોર ખાનું બનાવીને તેમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમ મધરાત્રે તે સ્થળે ત્રાટકી હતી. આ દરોડા દરમિયાન ત્યાં પાર્કિંગમાં બાતમીના આધારનો રહેલા ટ્રક એમ પી ૪૫ ઝેડડી ૯૨૫૦ની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૭૪૪૦ કીમત રૂ.૧૧,૦૪,૦૦૦ મળી આવતા કબજે કરી અનિલભાઈ મંગુભાઈ મેડા રહે મધ્યપ્રદેશ વાળાને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ નંગ 1 કીમત રૂ.૫૫૦૦, રોકડ રકમ રૂ.૭૮૦ અને ટ્રક કીમત રૂ.૧૫,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ ૨૬,૧૦, ૨૮૦ નો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો મોકલનાર મહેશ નીનામા અને કૈલાશ રતનભાઈ ખેરાડી તેમજ દારૂનો જથ્થો મંગાવનારનું નામ ખુલતા વધુ તપાસ એસ એમ સી ની ટીમે હાથ ધરી છે. જો કે હમણાંથી મોરબીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા આ રાજ્યની પોલીસ સક્રિય બની છે. જેના બોલતા પુરાવા રૂપ મોરબીના વીરપરડા નજીક ડીઝલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી લીધા બાદ હવે દારૂના મોટા દુષણનો પણ પર્દાફાશ કર્યો છે. જો કે આવા સામાજિકો સાથે મિલીભગત કહો કે આળસવૃત્તિ પણ સ્થાનિક પોલીસનું આટલું બધું સંખ્યાબળ હોવા છતાં પોલીસને આવા તત્વો સામે કાર્યવાહી કરતા કોણ રોકે છે ? એ વાત જન સમુદાયને સમજાતી જ નથી. જો કે અગાઉ થયું હોય એમ હવે આ દારૂ કાંડમા જે જે જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારી હશે તેને સસ્પેન્ડ કરી દઈને  આખા પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવશે તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે.