Wednesday - Nov 04, 2026

મોરબીના લીલાપર રોડ પર ઝાડી-ઝાંખરામાં આગ ભભૂકી

મોરબીના લીલાપર રોડ પર ઝાડી-ઝાંખરામાં આગ ભભૂકી

મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલા રામકો બંગલો પાછળની નંદનવન સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં રહેલા ઝાડી-ઝાંખરામાં કચરામાં અચાનક આગ ભડકી ઊઠ્યાંનો બનાવ સામે આવ્યો છે. આગે પળવારમાં જ રોદ્ર સ્વરૂપ ધારણ કરી દેતા ફાયર બીગ્રેડમાં દોડધામ મચી ગઇ હતી. ઝાડી ઝાંખરા લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી હતી. સદનસીબે આગથી જાનહાનીના કોઈ અહેવાલ મળ્યા નથી.