Friday - Jul 17, 2026

બાંધકામ માટે રોડ ઉપર રેતીનો ઢગલો કરનારને રૂ.5 હજારનો દંડ

બાંધકામ માટે રોડ ઉપર રેતીનો ઢગલો કરનારને રૂ.5 હજારનો દંડ

વાવડી રોડ ઉપરની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કાર્યવાહી

મોરબી : મોરબીમાં વાવડી રોડ ઉપરની આજની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન રોડ ઉપર નડતરરૂપ રીતે રેતીનો ઢગલો કરનારને મહાપાલિકાએ રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે.


મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ દરમિયાન આજે વાવડી રોડ ઉપર દબાણ હટાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વાવડી રોડ ઉપર મીરા પાર્કથી આગળ એક બાંધકામ ચાલી રહ્યું હોય, જ્યાં રોડ ઉપર રેતીનો ઢગલો કરવામાં આવ્યો હતો. જે બદલ મહાપાલિકા દ્વારા રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં બાંધકામની મંજૂરી લેવાઈ છે કે કેમ ? તે દિશામાં તપાસ પણ આદરી છે. તેવું જાણવા મળી રહ્યું છે.