Saturday - May 02, 2026

ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે કારખાનામાં ભીષણ આગ

ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે કારખાનામાં ભીષણ આગ

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ મિતાણા રોડ ઉપર ધ્રોલિયા ગામના પાટીયા પાસે કેમિકલ બનાવતી ફેકટરીમા અત્યારે સવારના પોણા દશેક વાગ્યાના સુમારે આગ ભભૂકી ઉઠી હોવાની વિગતો સામે આવી છે. આગ અંગે ચોકસ કારણ કે નુકસાન અંગે કોઈ માહિતી હજુ સામે આવી નથી. પરંતુ રોડ ઉપરથી ધુમાડાના ગોટેગોટા નિકળતા જોઈ શકાય છે. આ ફેકટરીમાં ભીષણ આગથી થોડીવારમાં અફડાતફડી મચી ગઇ છે.