Saturday - Jul 04, 2026

ટંકારામાં લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામેના ભંગારના ડેલામાં ભીષણ આગ

ટંકારામાં લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામેના ભંગારના ડેલામાં ભીષણ આગ

મોરબી : ટંકારામાં લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામે આવેલ ભંગાર ડેલામાં આજે 11:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.આ આગે જોત જોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ મામલે ફાયર ટીમોને જાણ કરવામાં આવતા ફાયર ટિમો ઘટના સ્થળે આવવા રવાના થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. બીજી તરફ આગની ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.