Tuesday - Apr 28, 2026

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક પોલીપેક કારખાનામાં ભીષણ આગ ભડકી ઉઠી ફાયર બ્રિગ્રેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક પોલીપેક કારખાનામાં ભીષણ આગ ભડકી ઉઠી

ફાયર બ્રિગ્રેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકે કારખાનામાં આજે બપોરના સમયે એકાએક ભીષણ આગ ભડકી ઉઠી હતી. આ ભયાનક આગમાં પલ્લીપેકનું કારખાનું લપેટમાં આવી ગયું હતું. જો કે આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હૉવનું જાણવા મળે છે.

માળીયા તાલુકા વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ લોયલ પોલીપેક કારખાનામાં કોઈ કારણોસર ભયાનક આગ ભડકી ઉઠી હતી. આ કારખાનામાં આગન8 ભીષણ જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. આ બનાવની જાણ થતાં  મોરબી નગરપાલિકાની તમામ ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે પણ ફેકટરીમાં  આગ વધુ વિકરાળ હોય આગ બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જો કે, આગ કેવી રીતે લાગી છે તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી તેવું મોરબી નગરપાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક પોલીપેક કારખાનામાં ભીષણ આગ ભડકી ઉઠી

ફાયર બ્રિગ્રેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા