મોરબી નજીક આવેલ એક ભંગારના ડેલામાં મધરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી અને ફાયર બ્રિગેડ સહીતના સ્ટાફે તૂરત જ દોડી જઈને આગ ઉપર કાબુ મેળવી દેતા મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી.
મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા પાસે હોથલ રેસ્ટોરન્ટ નજીક એક ભંગારના ડેલામાં ગઈકાલે રાત્રે 10-47 અચાનક કોઈ કારણોસર આભ ભભૂકી ઉઠી હતી અને આ ભંગાણના ડેલામાં આગ ભડકી ઉઠતા આગની ભીષણ જ્વાળા ભડકવા લાગતા આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતા મોરબી ફાયર ઓફિસમાં દેવેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર પાણીનો મારો ચલાવવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ ભયાનક હોવા છતાં ફાયર બ્રિગેડ સ્ટાફે સળગતા ભંગારના ડેલામાં સતત પાણીનો મારો ચલાવીને રાત્રે 1 વાગ્યે આગને કાબુમાં લઈ લીધી હતી. આથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.