Thursday - Apr 23, 2026

મોરબીમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

મોરબી : તા.1-4-2025 ને મંગળવારના રોજ મોરબી ઘટક 1નાં સિટી 1 ગ્રુપનાં વજેપર આંગણવાડી કેન્દ્ર ખાતે વર્કર બહેન દ્વારા ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો.

આ દરમ્યાન સર્ગભા બહેનો માટે પોષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાર્યકર નીતાબેન દ્વારા બહેનોને યોગ દ્વારા હળવી કસરત કરાવીને કાર્યક્રમની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટેલે “ગર્ભ સંસ્કાર” જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શનથી અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે.