Monday - Jul 06, 2026

મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

  મોરબી:- તા. 3 એપ્રિલ 2025 ના રોજ મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ખાસ બગથળા સી.આર.સી કો-ઓર્ડીનેટર વિમલભાઈ મેરજા તથા તાલુકા શાળા આચાર્ય દીપકભાઈ ઠોરીયાની ખાસ ઉપસ્થિત રહી હતી, આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત, મિત્રતા ગીત તથા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા આઠ વર્ષ સુધી અહીંની શાળામાં અભ્યાસ કરેલ હોય શાળા અને શિક્ષકો પ્રત્યે ભાવ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા, કાર્યક્રમના અંતે શાળાના તમામ સ્ટાફ દ્વારા બધા બાળકોને પૂરી,શાક,બુંદી અને ગાંઠિયાનું ભોજન કરાવવામાં આવ્યું હતું, કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા દક્ષાબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અમિતભાઈ ખાંભરા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું, અને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો મોહિતભાઈ ચનિયારા, સપનાબેન પીઠડીયા, અશ્વિનભાઈ ચાવડા તથા મિલનભાઈ ડોરી તેમજ મધ્યાહન ભોજન સંચાલક સાગરભાઈ પારેજિયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.