મોરબી:- મોરબીમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના ઉદ્દેશ્ય સાથે મોરબી મહાનગરપાલિકા તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા કાલે સંયુક્ત રીતે પ્લાસ્ટિક મુક્ત ભારત તથા મેદસ્વિતા મુક્ત ગુજરાતના ઉદ્દેશ્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા અવનવા કાર્યક્રમ થકી મોરબીમાં લોકજાગૃતિ અને લોક હેતુના અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે તેના ભાગરૂપે કાલે તારીખ 4 જૂનને બુધવારના રોજ મોરબીના કેસરબાગ ખાતે સાંજે 6:00 વાગે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં યોગ નિદર્શન નાટક સેલ્ફ ડિફેન્સ અને કાપડ બેગ વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.એ.વ્યાસ અને મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજય સોની દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.