Saturday - Jul 04, 2026

મોરબીમાં 6 મહિનાના ગલુડિયાને મોતના મુખમાંથી ઉગારતી કરુણા હેલ્પલાઇન

મોરબીમાં 6 મહિનાના ગલુડિયાને મોતના મુખમાંથી ઉગારતી કરુણા હેલ્પલાઇન

મોરબી : મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર આવેલ જિલ્લા સેવા સદનમાં અતિ ગંભીર હાલતમાં ૬ મહિનાનું ગલુડીયું મળી આવ્યું હતું. તેને બ્લીડિંગ, ડીહાયડ્રેશન અને એક્સેસિવ યુરીનની ગંભીર બીમારી હતી. જેથી તેના જીવ પર જોખમ હતું. આ અંગે ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન પર જિલ્લા માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ કોલ મળ્યાના માત્ર ૫ મિનિટમાં જ મોરબી કરુણા હેલ્પલાઈન ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બીમાર પશુને તાત્કાલિક સારવાર પૂરી પાડી તેનો જીવ બચાવ્યો હતો.