મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે આગામી તા.16ને રવિવારે બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ દ્વારા બ્રહ્મક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાનુભાવોના હસ્તે બ્રહ્મક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.