Tuesday - May 05, 2026

મોરબીના સાપર નજીક કોઈએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યાનો ગુનો દાખલ

મોરબીના સાપર નજીક કોઈએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યાનો ગુનો દાખલ

મોરબી : મોરબી તાલુકાના સાપર નજીક પાવડીયારી કેનાલ પાસે આવેલ શ્રીરામ પ્લાઝમા દુકાન ધરાવતા ફરિયાદી કિશોરભાઈ અમૃતભાઈ રાઠોડ રહે.હાલ જેતપર વાળાએ પોતાની દુકાનની સુરક્ષા માટે બે સીસીટીવી કેમેરા ગોઠવ્યા હોવાથી આરોપી તૈયબ મિયાણાએ બન્ને કેમેરાના વ્યુ બદલવા કહ્યું હતું. જો કે, સુરક્ષાના કારણોસર કિશોરભાઈએ કેમેરાના વ્યુ એન્ગલ ન બદલતા આરોપી તૈયબ મિયાણાએ બન્ને કેમેરા તોડી નાખી 10 હજારનું નુકશાન કરતા પોલીસે ફરિયાદ નોંધાવી હતી.