Tuesday - May 05, 2026

હળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 35 પશુઓને બચાવાયા

હળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 35 પશુઓને બચાવાયા

હળવદ : હળવદ - ધ્રાંગધ્રા રોડ પર સરા ચોકડી નજીકથી ગૌસેવકો અને પોલીસે આઇસર ગાડીમાં કતલખાને ધકેલાઈ રહેલા 35 અબોલ જીવને બચાવી લઈ મૂળ ઉત્તરપ્રદેશના વતની આઇસર ચાલકને ઝડપી લઈ રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પશુપ્રત્યે ક્રુરતા આચરવા મામલે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

ગૌસેવકોએ હળવદ પોલીસની મદદથી સરા ચોકડી પાસે વોચ ગોઠવી જીજે - 15 - વાયવાય - 5757 નંબરના આઇસર ટ્રકને અટકાવી તલાશી લેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં અમદાવાદ નારોલ ખાતે રહેતા આઇસર ચાલક આરોપી જાવીદખાન ઇકબાલખાનના કબ્જા વાળા આઇસરમાં ક્રુરતા પૂર્વક ટૂંકા દોરડાથી બાંધેલા 35 પાડા મળી આવતા અબોલ જીવ પ્રત્યે ક્રુરતા અચરવા સબબ પશુ પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનયમ અંતર્ગત ગુન્હો રજીસ્ટર કરી 2 લાખનું આઇસર કબ્જે કરી 70 હજારની કિંમતના અબોલ જીવમે સુરક્ષિત કરવામાં આવ્યા હતા.