Tuesday - May 05, 2026

મોરબીના શિક્ષિકાને કરિયાવર મામલે પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

મોરબીના શિક્ષિકાને કરિયાવર મામલે પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

મોરબી : મોરબી માવતર ધરાવતા સરકારી શાળાના શિક્ષિકા બહેનને સુરેન્દ્રનગર રહેતા પતિ સહિતના સાસરિયા અને પરણીને સાસરે જતી રહેલ નણંદ અને નણદોયા પણ કરિયાવર બાબતે અસહ્ય ત્રાસ આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ મામલે મહિલા પોલીસ મથકમાં છ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હેતલબેન જયકીશનભાઈ રાઠોડ ઉ.વ.35 નામના પરિણીતાએ સુરેન્દ્રનગર ખાતે રહેતા પતિ જયકીશનભાઈ ભાણજીભાઈ રાઠોડ, સસરા ભાણજીભાઈ શિવાભાઈ રાઠોડ, સાસુ જયાબેન, નખત્રાણા કચ્છ ખાતે રહેતા દિયર ઉપેન્દ્રભાઈ અને રાણીપ અમદાવાદ ખાતે રહેતા નણંદ દીપિકાબેન હરેશભાઇ પરમાર તેમજ નણદોયા હરેશભાઇ ગણેશભાઈ પરમાર વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં વર્ષ 2023થી કરિયાવર બાબતે ઝઘડા કરી ઘરકામ બાબતે નાની નાની બાબતોમાં મેણા મારી શારીરિક માનસિક ત્રાસ આપવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા તમામ સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.